STORYMIRROR

Vishvesh Jhala (ઉમંગ)

Inspirational

4  

Vishvesh Jhala (ઉમંગ)

Inspirational

કદીક

કદીક

1 min
7

ના કહી શકાય કે ના તો સહી શકાય,
ત્યારે નદીની માફક ફક્ત વહી શકાય!

જીવનમાં કદીક એવું પણ થાય જેમાં,
ના બોલી શકાય, ના ચૂપ રહી શકાય,
 
ઈશ્વર માંગવાનું કહે ત્યારે શું માંગવું?
થોડીક શાંતિથી વધુ શું ચાહી શકાય!

ભાગી ભાગીને ક્યાં જશો એ તો કહો,
પ્રેમનાં સંબંધથી દૂર જઈ નહીં શકાય!

માતાના વાત્સલ્યનું મૂલ્ય કેમ સમજાવું?
કોઈનાથી એ જ્ઞાન નહીં ગ્રહી શકાય!


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Vishvesh Jhala (ઉમંગ)

Similar gujarati poem from Inspirational