ક્યાં છે
ક્યાં છે
હવેના આ સંબંધોમાં પહેલા જેવી મઝા ક્યાં છે,
હું જગતને પૂછું કે મારી વાંક વગરની સઝા ક્યાં છે,
ક્યાંય જરાક જો ઢાળ મળ્યો ને હું લપસી પડું છું,
મેં જાતે જે કરી છે એવી બીજાએ કરેલી દશા ક્યાં છે,
તું ઈશ્વર થઈ બેઠો છે પરંતું એનો જરાક પરચો તો દે,
દશેય દિશામાં દુઃખ દીધું, સુખની એક દિશા ક્યાં છે?
મોહમાયા ત્યાગવા માટે સાધુ બનવાની જરૂર ક્યાં છે,
હું સર્વસ્વ ગમતું વિસારી ચુક્યો, મને કોઇ તમા ક્યાં છે,
હવે તો એવું લાગે છે, સુખ આવશે તો સુખ જ આવશે, નસીબ ત્યારે કેશે મને, હવે તારાં ઉપર દુઃખ જમા ક્યાં છે
