ભાર
ભાર


ઉઠાવી ના શકું એવો ભાર રાખ્યો છે,
મેં તમારાં જ મિલનનો વિચાર રાખ્યો છે,
કરવાની વાત ધરબાઈ રહી છે હૃદયમાં,
સાંભળી ના શકે તું એવો પોકાર રાખ્યો છે,
કે જુદાઈ તારી હજુ પણ ડંખી રહી છે મને,
મારાં કાવ્યોમાં એથી એનો પ્રચાર રાખ્યો છે,
તારાં તરફનાં રસ્તાઓ સાથ છોડી ગયાં છે,
મેં છતાંય પ્રવાસનો મોહ બેશુમાર રાખ્યો છે,
ખૂબ વિશાળ આ દુનિયામાં એકલો રહું છતાં,
તારો વિરહ, તારી યાદોનો પરિવાર રાખ્યો છે.