STORYMIRROR

Vishvesh Jhala (ઉમંગ)

Inspirational

4  

Vishvesh Jhala (ઉમંગ)

Inspirational

ભારતમાતાનો સંદેશ

ભારતમાતાનો સંદેશ

1 min
356

આજે મારામાં એક અલગ તાજગી દેખાઈ રહી છે,

વરસો પહેલાં સ્વતંત્ર થવાની ઘટના ઉજવાઈ રહી છે,


કે ઘણી ઊંચાઈઓ સર કરી છે મેં, દેશનાં લોકો થકી,

ગુલામી માનસિકતા હજુ પણ હોવાની નવાઈ રહી છે,


મારી પાસે અસંખ્ય વિવિધતા ભરેલી સંસ્કૃતિ છે તોય,

વિશ્વની ધરોહરો અમૂલ્ય હોવાની છાપ સવાઈ રહી છે,


વિકાસ ભલે ને વિદેશો જેવો થયો જ નથી મારો પરંતું,

મારામાં વસુધૈવ કુટુંબકમની ભાવના સચવાઈ રહી છે,


આગળ ઘણાં પડકારો છે, લડવાનું છે સીમાએ જઈ,

ચોતરફી ઘેરાતાં જાત આજે લાચાર જણાઈ રહી છે,


હાલની દશા જોઈને હૈયું કચવાય છે મારું એ કારણે,

હિંસાની પરિસ્થિતિમાં પણ રાજરમત રમાઈ રહી છે,


મારા દુશ્મનો અંદર જ ઉપસ્થિત હોવાનું સ્પષ્ટ થયું,

ધરમ-જાતિની આડમાં ખૂનની હોળી ખેલાઈ રહી છે,


આજનાં પવિત્ર દિવસે સંદેશો એક જ આપું સહુને,

વિકાસમાં સહભાગી બનો કે હવે વાર થઈ રહી છે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational