સરવાળો
સરવાળો
સરવાળે બધું જ સરખું કરે છે,
આ સમય જ્યારે પડખું ફરે છે !
તું ખાલી કર્મ કર, બીજું રહેવા દે,
શાને તું સૂરજ સામે દીવો ધરે છે !
લક્ષ્ય સામે હશે તો સિદ્ધ થશે જ,
પાણી છાંટો તો જ આગ ઠરે છે !
મુશ્કેલીઓ તો ઘણી આવે ને જાય,
ધૈર્યવાનની સામે એ પાણી ભરે છે !
સમય ને સંબંધ, આમ બંને સરખા,
જાણ ના રહે, હાથમાંથી ક્યારે સરે છે !
