જગા
જગા
તમારા વગરની જિંદગીમાં એટલી સુવિધા હતી,
કોઈ જ ન્હોતું આસપાસમાં, ઘણી જગા હતી,
એ વાતને મેં ઈશ્વરનું વરદાન માની લીધું જેમાં,
વગર વાંકની મળી મને જે કઈ પણ સજા હતી,
વિચારોનું સ્થાન જ્યારે શૂન્યતાએ લઈ લીધું,
ત્યારે સમજાયું કે આ સ્થિતિની પણ મઝા હતી,
અણી ચૂક્યાંની વેળાને હું નસીબ માનતો નથી,
આ તો કામ લાગેલી કોઈએ કરેલી દુઆ હતી,
જીવવા પર ત્યારે વિશ્વાસ આવતો નથી જ્યારે,
જગત માની બેસે કે આ તો કોઈ વારતા હતી !