ખુમારી
ખુમારી


મેં વ્યથાઓને એ રીતે હૃદયમાં ઉતારી હતી,
જાણે કે એ કોઈ વ્યથા નહીં, ખુમારી હતી!
તમને હવે સમજાયું કે આ રસ્તો કામનો નથી,
પણ આ વાત તો મેં ક્યારની ય વિચારી હતી,
ઘણી કવિતાઓ લખીને વાહવાહી પામ્યો છું,
તું સમજી નહીં કે ખરેખર એ વાત તારી હતી,
એ લોકો આવી ગયા બાળવા મને ચિતાએ,
જેમણે જીવતા પણ ક્યારે આગ ઠારી હતી?
દેવું બધું જ ચૂકવી દઈને ખબર પડી છે મને,
કે મારાં પર તો મારી ખુદની જ ઉધારી હતી!