આભાસી બચત
આભાસી બચત
ફેસબુકમાં સેંકડો સચવાય છે,
આંગણામાં માવતર અથડાય છે.
મોંઘવારી ભૂખને ભરખી ગઈ,
રોજ ચૂલે વેદના રંધાય છે.
કેટલો સસ્તો બનીને રહી ગયો,
ઘર્મ આજે નોટથી વટલાય છે.
વોટ માટે એ પગે લાગે બધે,
લ્યો ગરીબી પણ હવે શરમાય છે.
જિંદગીની 'આભાસ' થોડી જે બચી,
દોસ્ત માટે દિલથી એ વપરાય છે.