STORYMIRROR

Nana Mohammedamin

Fantasy Inspirational Others

4  

Nana Mohammedamin

Fantasy Inspirational Others

દિલ દર્દ

દિલ દર્દ

1 min
239

જ્યારે કોઈ બળાત્કારનો કિસ્સો સંભળાય ત્યારે દિલને દર્દ પહોંચે,

જ્યારે નારીની સલામતી જોખમાય ત્યારે દિલને દર્દ પહોંચે,


આ એ દેશ છે જ્યાં પથ્થર પણ પૂજાય ઘેરઘેર ઠેરઠેર,

જ્યારે જીવતા જીવોને સતાવાય ત્યારે દિલને દર્દ પહોંચે,


સેવા કરવાની વાત કરીને મેળવે જે ખુરશી સત્તાવણી વળી,

જયારે એનાં કૌભાંડ બહાર ડોકાય ત્યારે દિલને દર્દ પહોંચે,


વિશ્વાસ કરવા માટેની દોરી તો હર કોઈ લંબાવે,

જયારે એ વિશ્વાસ દોરીમાં ગાંઠ બંધાય ત્યારે દિલને દર્દ પહોંચે,


જન્મ આપીને ઉછેરીને જેમણે મોટા કર્યા સંતાનો વાત્સલ્યથી,

જયારે એમને વૃદ્ધાશ્રમની વાટ ચીંધાય ત્યારે દિલને દર્દ પહોંચે,


'નાના' માણસના કામ કરવા મેજ પર વજન મૂકાય છે ને?

જયારે ભ્રષ્ટાચારનો એરુ ડંખી જાય ત્યારે દિલને દર્દ પહોંચે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy