બદલાતા ચહેરા
બદલાતા ચહેરા
મેઘધનુષથી નહીં ડર ઘણો છે મને કાંચિડાથી,
રંગીન મિજાજી નહીં અહીં તો લોકો રંગ બદલી લે.
હોય કોઈ પરેશાની તો હાથ ઉઠાવે ખુદાથી,
બીજી જ ઘડીએ જરૂરિયાતમાં ચોરનો હાથ પકડી લે.
મા-બાપની ઉંમરની એને ફિકર જરાય નથી,
વાતો-વાતોમાં એના નામની કસમ સવાર-સાંજ ખાઈ લે.
દુનિયાને નસીહત દેવામાં ક્યારેય ચૂકતો નથી,
સફરમાં તો એ અજાણ્યાના હાથથી જામ પી લે.
બાળકોના સારા સંસ્કારની આશા હવે નથી,
ચોળા પર બેસીને તો ખુલ્લેઆમ એ ગાળો બોલી લે.
ભાઈ-ભાઈ દોસ્ત-દોસ્તીની વાત થતી નથી,
એના બદલે તો અહીં લોકો ધોખાથી કામ ચલાવી લે.
મતલબ વિના હવે તો કોઈ જ મળતું નથી,
પીઠ પાછળ તો એના નામની કત્લે-આમ કરી લે.
"નાના" હવે આ દુનિયામાં કોઈ કોઈનું નથી,
અહીં લોકો પોત-પોતાની જરૂરતથી જરા વાપરી લે.
