વિશિષ્ટ શક્તિ
વિશિષ્ટ શક્તિ
નમન પ્રભુ કરું આપને,
જન્મ દીધો આ જગમાં,
નમન કરું માતપિતાને,
ઉછેર કર્યો આ જગમાં,
નમન કરું શિક્ષકગણને,
વિદ્યાદાન કર્યું જીવનકાજ,
નમન કરું મિત્રગણને,
જીવતદાન કર્યું સુંદર,
નમન કરું મારા ઉપરીગણને,
જીવનરથ ચલાવ્યો મારો,
નમન કરું હે પ્રભુ તને વારંવાર,
જન્મ દીધો તે આ જગતમાં,
ભૂલીશ નહીં આ ઉપકાર કદી,
જન્મ દીધો તે આ જગતમાં.
