કણમાંથી મણ
કણમાંથી મણ
ઉદ્યમ કાજે જે જુએ ન કોઈ દિન કે રાત !
અમારો ઈમાનદાર ને મહેનતુ જગતનો તાત.
બનાવવા મથતો તે હરહંમેશ કણમાંથી મણ,
જેના થકી જગત જીવતું ઉત્પન્ન કરે તે અન્ન.
જેના પર હોય કાયમ ધરાનો આશિષ કેરો હાથ,
તેના સફળ કરતો કામ,હજારો હાથવાળો નાથ.
તન તેનું કસાયેલું ને પસ્વેદ અંગેથી હોય લથપથ,
હોય ખાસ તેના ધોરીડા,દેતો તે ગદબ ભરી બથ.
શુદ્ધ ને સાદી, મીઠીને સાત્ત્વિક જેની ખાણીપીણી,
કરી એકઠા ધાન્ય ભરે ગૂણ,મોંઘેરા તેના કણકણ
કરતો જે માટીને પાણી કેરો કાયમ અનેરો સંગમ,
હાલ તેના ખરાબ,કરો સૌ તેને ઉગારવા મંથન ?
