ચડતી-પડતી
ચડતી-પડતી
ગત સમયની ખાટી- મીઠી યાદોને વિસરતા જઈએ,
નવા લક્ષ્ય તરફ રોજ આપણે આગળ વધીએ,
થાય દુઃખ મહામારીએ ભરખેલા સ્વજનોનું,
દરેક જગ્યાએ ભય ને વાતાવરણ નિરાશાનું,
જીવનની આ ચડતી-પડતીના ખેલ નિરાળા છે,
કોઈની ક્યારેક જીત તો, હાર હંમેશ કતારમાં છે,
વસ્તુ પર કરતી સવારી, રોજ નવી મોંઘવારી,
નારી પર હિંસા ને મોરબી ઘટના હચમચાવનારી,
કરી ગુજરાતે નેશનલ ગેમ્સની અનોખી તૈયારી,
બની સરકાર પ્રથમ બેઠકના કીર્તિમાન સ્થાપનારી,
થઈ રહી છે પ્રમુખ સ્વામીની શતાબ્દીની ઉજાણી,
આવો સૌ દઈએ,
બેઠકના વર્ષની ઉમંગથી વધામણી.
