વિજેતા
વિજેતા
શીખવે જીવનમાં નિયમ રમત,
ભાગ લઈ કરો કલા હસ્તગત,
બનવા વિજેતા શ્રમ કરો સખત,
માન મળશે, છાતી ફૂલે ગદગદ,
ચપળતા, નિર્ણયશક્તિ વધારતી,
રમત આપણને નીરોગી બનાવતી,
શરીર બને તંદુરસ્ત જેનાથી,
ફાયદો મળે મગજ કસવાથી,
કાયમ મેળવો રમત સાથે જ્ઞાન,
જીવન સફરે વિજયને મળે માન.
