સાવજડાં ! ગીરનાં રાજા
સાવજડાં ! ગીરનાં રાજા
હે એવાં હાથીના હણનારા રે,
સાવજડાં ! ગીરનાં રાજા,
હે એવાં મર્દ મૂછાળા રે,
સાવજડાં ! ગીરનાં રાજા,
હે તારી ડણકું આખું મલક સાંભળે,
હે એવાં ગિરનાર ધ્રુજવનારાં રે,
સાવજડાં ! ગીરનાં રાજા,
હે તું તો મોટી જટાળો જોગી લાગે,
હે એવાં શક્તિને પૂજનારાં રે,
સાવજડાં ! ગીરનાં રાજા,
હે તારો પંજો પડે ત્યાં ધરતી ધ્રુજે,
હે એવાં બ્રહ્માંડને ધ્રુજવનારાં રે,
સાવજડાં ! ગીરનાં રાજા,
હે તારાં દાંત ભાલા-તલવાર લાગે,
હે એવાં નખથી નભ ફાડનારાં રે,
સાવજડાં ! ગીરનાં રાજા,
હે તારાં ગીતડાં આ 'અર્જુન' ગાવે,
હે એવાં ડાલામથ્થા રાણા રે,
સાવજડાં ! ગીરનાં રાજા.