દરિયાથી દૂર
દરિયાથી દૂર
આ દરિયાથી દૂર; મને કરશો નહીં
વળી કિનારે કોઈ કદી મળશો નહીં...
આ દરિયા૦...
થાક્યો છું; તૂટ્યો છું; લડીને હાર્યો છું હું
એથી ભાગેલો કોઈ મને ગણશો નહીં...
આ દરિયા૦...
દુનિયા છે મતલબી ત્યાં હોંકારો નથી
પણ દરિયો આવકારો કદી ભૂલ્યો નહીં...
આ દરિયા૦...
હડસેલી દીધો છે આ દુનિયા એ મને,
પણ દરિયો જાકારો કદી ભણ્યો નહીં…
આ દરિયા૦...
એટલું અંતે સમજ્યો છું 'અર્જુન' હું અહીં,
સારો છોડી શકે પણ આ ખારો નહીં...
આ દરિયા૦…