વહેવા દે
વહેવા દે
આ આંસુઓને આજ વહેવા દે....
મૌન ને સમજી ને શબ્દોને આરામ કરવા દે....
છે ઘણી વ્યથા મનમાં આજ કહેવા દે....
ભીંતો ને પણ આજે વગર કાને સાંભળવા દે...
લેજે તું ભલે અબોલા મુજથી બાદમાં..
આજ મનથી મને રડવા દે....
થઈ ગઈ સાંજ હવે જિંદગીની....
તું પણ આજ મને ઢળવા દે...
મુક્ત કરી મુજ ને તારી જિંદગીથી....
એક શ્વાસ હવે ખુદ મને લેવા દે....
આપ્યું છે સઘળું જીવનમાં તે....
આજ ખુદ મને કંઈક પામવા દે....
આંસુઓને મારા આજ નીર બની વહેવા દે.

