શું તને યાદ છે ?
શું તને યાદ છે ?
શું તને યાદ છે ?
આપણી એ અજાણી પણ,
જાણીતી બનેલી મુલાકાત,
થોડી થોડી પછી લાંબી થયેલી,
વ્હાલી વ્હાલી એ વાતો,
મને યાદ છે,
શું તને એ યાદ છે ?
તેં જોયું 'તું કોઈની સામે ને,
થયેલો એ પહેલો ઝઘડો,
અશ્રુને પાંપણથી પડતા પહેલા,
પકડીને આપ્યું તેં પ્રણ
"કદી રડીશ ના હવે,
હું શાખી ના શકું તારા અશ્રુ"
એ વાત મને યાદ છે,
શું તને યાદ છે ?
"ભૂલી જજે મને સ્વપ્ન સમજી"
કહ્યું હતું તમે
મને હજી યાદ છે...
પણ, એક વાત પૂછું ?
શું તને હું યાદ છું ?

