ઓય ! સાંભળ ને !
ઓય ! સાંભળ ને !
ઓય ! સંભાળ ને !
આ આંસુઓ શું સજીવ હોય !
એને બધી જ ગતાગમ પડે એમ વહી જ આવે,
ખુશ હોઉં તોય ને દુઃખી હોઉં તોય,
તને યાદ કરું તોય ને તને ભૂલવા કોશિશ કરું તોય,
જવાબ તો આપ !
સાચે જ...,
શું આંસુઓને બધું જ ખબર પડી જાય !
તને ન જોઉં તોય આવે,
ને તને ઘણા દિવસે નિહાળું તોય આવે,
તું પાસે હોય તો ખુશીમાં આવે,
ને દૂર હોય તોય આવે....
તું પ્રેમ કરે તોય આવે ને,
તારી જોડે ઝગડો કરું તોય આવે,
કોઈ ન હોય તોય સાથ આપવા આવે કે,
મને એકલું ન લાગે ...
ઓય ! સંભાળ ને !
તું જ તો નથી ને જે આંસુ બની આવે !
મારી જેમ તનેય આંસુઓ આવે,
બોલ ને !
આ આંસુઓને ય દિલ હોય !
એ સમજી જાય મનનાં તરંગને,
ને વહી આવે.

