STORYMIRROR

Katariya Priyanka

Romance

3  

Katariya Priyanka

Romance

સર્વસ્વ

સર્વસ્વ

1 min
106

કઈ રીતે થાવું હું તારાથી નારાજ

નારાજ જો થાઉં તો થઇ જાઉં હું તારાજ.....

તું મારા શબ્દનો સૂર છે

તું મારી આત્માનો પડછાયો છે


તું મારી વાતોનો મર્મ છે

તું મારા પ્રણયનું ગુંજન છે

તું ધડકનમાં ધબકતું નામ છે

તું મારા શ્વાસનું સરનામું છે


તને હરક્ષણ મહેસૂસ કરવું મારું કામ છે

તું મારી ઠંડીની હૂંફ છે

 તું મારી ગરમીની શીતળ છાંય છે

તું વર્ષાની વ્હાલી બૂંદ છે


તું ખ઼ુદાએ કબૂલ કરેલ મારી દુવા છે

તું પાનખરમાંય સાથે રહે એ ડાળ છે

તું મને હસાવી વસંતને નિમંત્રે છે

તું મારો શ્વાસ છે


જેના દિલમાં ધડકવા ચાહું હું હંમેશા

તું એ સ્થાન છે, તું મારું સર્વસ્વ છે


Rate this content
Log in

Similar gujarati poem from Romance