મિલન
મિલન
કેટલો અદ્ભૂત છે !
મિલનના પ્રસંગની ઉજવણીનો આનંદ.
પણ તેની પાછળ છે,
એ આપણા વેદનાના દિવસો
યાદોમાં પસાર થતા એ દિવસો
પલ પલ નું મિલન અને
જીવન પામવાની ઉત્કંઠા
વસંતમાં પણ ખરી જતા 'તા મનના પુષ્પો
વરસાદ માં પલળતું 'તુ આખુ શહેર
તોય આપણે કોરા ને કોરા
સંગીતનાં સૂર માણતા હોય લોકોને
આપણે બંને એનાથી લાખો કિ.મી. દૂર
દુનિયા જયારે સ્વપ્નમાં ગરકાવ થઇ જાય
ત્યારે તું મારા અને હું તારા વિચાર કરતા
અને રચતા મિલનના સ્વપ્ન અને આજે છે એ
સ્વપ્ન પામ્યાની ઉજવણીનો આનંદ.

