સર્વસ્વ
સર્વસ્વ
કઈ રીતે થાવું હું તારાથી નારાજ,
નારાજ જો થાઉં તો,
થઇ જાઉં હુંતારાજ.....
તું મારા શબ્દનો સૂર છે,
તું મારી આત્માનો પડછાયો છે,
તું મારી વાતોનો મર્મ છે,
તું મારા પ્રણયનું ગુંજન છે,
તું ધડકનમાં ધબકતું નામ છે,
તું મારા શ્વાસનું સરનામું છે,
તને હર ક્ષણ મહેસૂસ કરવું મારું કામ છે,
તું મારી ઠંડીની હૂંફ છે,
તું મારી ગરમીની શીતળ છાંય છે,
તું વર્ષાની વ્હાલી બૂંદ છે,
તું ખ઼ુદાએ કબૂલ કરેલ મારી દુઆ છે,
તું પાનખરમાંય સાથે રહે એ ડાળ છે,
તું મને હસાવી વસંતને નિમંત્રે છે,
તું મારો શ્વાસ છે,
જેના દિલમાં ધડકવા યાચું હું હંમેશા,
તું એ સ્થાન છે.......
તું મારું સર્વસ્વ છે.

