તારી ઝંખના
તારી ઝંખના
રાતદિતારી ઝંખના ન તારું રટણ કરી,
તારું બનવા ઝંખે છે મન મારું.
તારા જીવનની મહેક બની,
સુવાસિત થવા ઝંખે છે મન મારું.
તારા અધરોનું સ્મિત બની,
મલકાઈ જવા ઝંખે છે મન મારું.
તારા નયનોના બાણથી,
ઘાયલ થવા ઝંખે છે મન મારું.
તારા હૃદયનો ધબકાર બની,
ધડકી જવા ઝંખે છે મન મારું.
તારા પ્રેમમાં પાગલ બની,
ગાંડુ થવા ઝંખે છે મન મારું.
તારા સાથે જિંદગી આખી,
વિતાવવા ઝંખે છે મન મારું.

