નવી શરૂઆત
નવી શરૂઆત
બને જો એવું કે અચાનક જીવનનું ફરી શરૂ થાવું,
ફરી એ તારી ને મારી અચાનક મુલાકાતનું થાવું.
ચાલને મન કહે આ ઘોંઘાટને પાર ઊતરી જાવું,
દિલ કહે ફરી એકવાર મહેકતુ ફુલ બની ખીલી જાવું.
રાહ જોવી ને પછી સામે આવ તો ગભરાઈ જવું,
છતાં રોજ રોજ મારાથી તારા સુઘી પહોંચી જવું.
ડરતા સંભાળતા એકમેકની સાથે થાવું,
જીવનની નવી સફરમાં મસ્ત બની જાવું.
એમજ આ જીવન સફરમાં એટલા આગળ આવી જવું,
ને જરા પાછળ ફરી જોઈને થોડુ હરખાય જવું.
જે પ્રેમના દિવસોનું મને ફરી ફરી યાદ આવી જાવું,
એ જ દિવસોનું મને ફરિયાદ બની ફરી હસાવી જવું.
તો ચાલને સાથી એકમેકને સંગે થાવું,
ફરીથી એક વખત એજ જીવન જીવી જાવું.

