STORYMIRROR

Nisha patel

Inspirational Others

3  

Nisha patel

Inspirational Others

હું ગુજરાતી

હું ગુજરાતી

1 min
201

હું ગરવી ગુજરાતી, મારું સ્વમાન ગુજરાતી,

અન્ય ભાષા બધી માસી, બોલું એ માઁ સમી ગુજરાતી,


હું હસું, રડું, ને રમું, જે પણ કરું અભિવ્યક્તિ ગુજરાતી,

પરિવારમાં મિત્રો સાથે બોલાતી, મા તરફથી મળી ભાષા ગુજરાતી,


વિચારું, વિહરું, લખું, લાગણીઓનો એ અનુભવ ગુજરાતી,

વિકસું, વિસ્તરું અને આગળ વધુ, બધી જ જગ્યાએ હું ગુજરાતી,


આગવી ઓળખ આપી અને લોકસાહિત્ય ગાઉં હું ગુજરાતી,

દેશ અને દુનિયાભરમાં પહોંચ્યો, છેક અંતરિક્ષ સુધી ગુજરાતી,


હૃદયનો ધબકાર ગુજરાતી, મારો અભિમાન મારો શ્વાસ ગુજરાતી,

એ જીવાડે મને હેતથી, જો હું જીવાડું માતૃભાષા ગુજરાતી,


ઉજવણી, ઉત્સાહ, કે આંદોલન મારી અભિવ્યક્તિ ગુજરાતી,

મારા વિચારો, મારા સપનાં, મારું મૂળ બસ ગુજરાતી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational