STORYMIRROR

Alpa Shah

Inspirational

4  

Alpa Shah

Inspirational

અધૂરી પળ

અધૂરી પળ

1 min
238

આમ જુઓ તો આપણી વચ્ચે હંમેશા અધૂરી પળ હતી

એ પળોમાં આપણી નજરો કેમ આમ વિહ્વળ હતી


મળીએ તો વિખૂટા કેમ પડવું એ નિજ માટે ચળવળ હતી

તારા ને મારા ઉરમાં પ્રણયની સરિતા ખળખળ હતી


દુનિયાની નજરમાં પ્રેમીઓ જોતાં જ કેમ એક સળવળ હતી

એકાંતમાં મળવું લાગે વરવું ખુલ્લેઆમ મળવું અગવડ હતી


દિલના સમંદરના તળને સ્પર્શે એ જ પ્રેમયાત્રા સફળ હતી

જે મનને ના સ્પર્શી શકે એવા પ્રેમની વાત બસ છળ હતી


આપણી વચ્ચે સમજ સદા ના મનમાં ક્યારેય કોઈ સળ હતી

બસ હસ્તની રેખાઓ માંહી ક્યાંક થોડી ગરબડ હતી


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational