STORYMIRROR

Alpa Shah

Classics Inspirational

4  

Alpa Shah

Classics Inspirational

સમય

સમય

1 min
317

સમયની થપાટોની ધૂળ જો ખંગાળી,

કાંઈ કેટલાં સ્મરણો ગયા મુજ આંતરમન રંજાડી.


ગમતાં અણગમતાં કિસ્સા જીવનની સવારી,

ગમતીલા જિંદગીના હિસ્સા રાખ્યાતા મેં મઠારી.


બમણું રમતો દાવમાં અહીં હાર્યો જુગારી,

રહી જળકમળવત લે તું સ્વયંને ઉગારી.


અપેક્ષાઓ સંબંધમાં નીકળતી કાયમ નઠારી, 

નિજમાં ખુશ રહેવાની ચાનક આ સંબંધોએ લગાડી.


દોરા ધાગા બાંધી જે રક્ષે બાબા અગારી,

આંગણે જેના ટમટમતી દુઃખોની અટારી.


Rate this content
Log in

Similar gujarati poem from Classics