STORYMIRROR

Alpa Shah

Inspirational

4  

Alpa Shah

Inspirational

જિંદગીની લડત

જિંદગીની લડત

1 min
395

કુરુક્ષેત્ર સમ આ જીવનમાં હું સતત લડતી રહી, 

સ્વજનો તો ક્યારેક નિજ સાથે જંગ હું લડતી રહી.


શસ્ત્રો ક્યાં હતાં હાથમાં તે છતાં,

લાગણીના મેદાનમાં યુદ્ધ સદા કરતી રહી. 


ના આથમી ના ઊગી શકી હું બળવત્તર,

રંગ બદલતી દુનિયા જોઈ હું સતત બળતી રહી. 


શું કામ રડવા રોદણાં સહુ આગળ કાયમ,

આંસુઓને ફ્રેમ બનાવી દિલમાં હું મઢતી રહી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational