STORYMIRROR

Alpa Shah

Inspirational

4  

Alpa Shah

Inspirational

નારી

નારી

1 min
352

ઈતિહાસના વીરોને જણનારી

પ્રેમથી સહુ સંબંધ લણનારી


લક્ષ્મીનો અવતાર ધરનારી

અન્નપૂર્ણા બની પોષણ કરનારી


પરિવાર પર આફત આવતાં

રણચંડી બની એકલપંડે લડનારી


સમજો તો સરળ વ્યક્તિત્વ

જો છંછેડો બનશે ચિનગારી


જરા પ્રેમ સન્માન પામવા

આજીવન તનમનના ઘાવ સહેનારી


હેત વાત્સલ્યથી ઘર ઉજાળે

ક્ષમા ત્યાગની મૂરત પ્યારી


સૌંદર્યની એ છે મહારાણી

કવિઓની કવિતાની એ ક્યારી


જેના વિના આ સૃષ્ટિ અધૂરી

ધન્ય છે નારી ધન્ય છે નારી


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational