ત્યારે બને છે કવિતા
ત્યારે બને છે કવિતા
1 min
335
શબ્દોની ઊર્મિઓ ખળભળે ત્યારે બને છે કવિતા
કાંઈક આહ ને કાંઈક વાહમાંથી જન્મે છે એક કવિતા
હો લાગણી જો તરબતર સર્જાય છે કવિતા
કોઈ પ્રણયમાં પાગલ બને સળવળે એક કવિતા
ક્યારેક સૃષ્ટિ નિહાળતા છલકાય છે કવિતા
ઉષા ને સંધ્યાના રંગો જોઈ સ્ફૂરે ઉરમાં એક કવિતા
કેવી શબ્દોની કરામત થકી રચાય છે કવિતા
લયમાં ભળી પ્રાસમાં વહે ગૂંથાય છે એક કવિતા
કવિની કલ્પનાને વાચા આપે કલમ આલેખી કવિતા
અંતરના ભાવો વલોવાય ત્યારે પડઘાય છે કવિતા
