STORYMIRROR

Alpa Shah

Inspirational

4  

Alpa Shah

Inspirational

જીવન

જીવન

1 min
280

ના રહ્યો કોઈ લગાવ ના રહ્યો કોઈ અભાવ,

રંગ બદલતી દુનિયાનો આ કેવો પડ્યો પ્રભાવ.


જિંદગી ફેંકતી રહેશે રોજ અવનવા દાવ,

પડકારો ઝીલીને મળશે સફળતાનો શિરપાવ.


લાગણીઓમાં મળતાં કાયમ દિલને ચૂભતાં ઘાવ,

બંધાય જેની સાથે રહેતો ત્યાં કૂણો ઝૂકાવ.


તારું વ્યક્તિત્વ શોભાવશે તારા સ્વયંનો સ્વભાવ,

અંતે પંચભૂતમાં ભળી જાવું એ જ અંતિમ પડાવ.


ડગલે પગલે આવતાં રહેશે જીવનમાં તણાવ,

પામીશ ખુશીઓની લહેરોને સ્વીકારી સઘળાં બદલાવ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational