STORYMIRROR

Alpa Shah

Classics Inspirational

4  

Alpa Shah

Classics Inspirational

સહિયર

સહિયર

1 min
320

ચાલને સહીયર મન ભરીને થોડું જીવી લઈએ આજે,

કામ સઘળું છોડીને સ્વમાં જીવી લઈએ આજે.


અડધી જિંદગી વીતી ગઈ પરિવારને ઘર સાથે,

ચાલને આજે મસ્તીની છોળોમાં ડૂબી જઈએ સંગાથે.


ઘડિયાળના કાંટે ચાલતી જિંદગીને રોકી લઈએ નિજ માટે,

સમયની પાબંદી તોડીને થોડું રઝળી લઈએ સહુ સાથે.


સઘળી ચિંતા છોડીને દોડી જઈએ બચપનની વાટે,

જિંદગીને આજ ઘડી લઈએ એક નવા જ ઘાટે.


જૂની યાદો ને જૂની વાતો દોડશે પૂરપાટે,

નવી યાદોની સ્મૃતિ લઈને સહું આવશું ઘરની વાટે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics