આ જિંદગી
આ જિંદગી
આ જિંદગી સમજણ નથી પડતી,
કદી ફુલશી હલકી કદી.
કદી બોઝીલ લાગે,
કદી શાશ્વત કદી નાશવંત લાગે.
નીકળી પડું હું શોધવાને શાંતિ,
અશાંતિ મારે હાથ લાગે.
આદી ની શોધ કરતા,
અંત મારી સમીપ લાગે.
ખેંચલી લક્ષમણ રેખા,
ઓળંગતા મને બીક લાગે.
આદમના પાંજરામાં;
ઈવ મનેે કણસતી લાગે.
કણસતા સમયમાં મને,
ભાવિના ભણકાર વાગે.
આ જીંદગી સમજણ નથી પડતી.
કદી ફુલ શી હલકી,
કદી બોઝીલ લાગે.
