STORYMIRROR

Chaitanya Joshi

Classics

4  

Chaitanya Joshi

Classics

કવિતા

કવિતા

1 min
26K


ઉરના ધબકારે ક્યાંક પ્રગટી હશે કવિતા;

સ્પંદનના સહારે ક્યાંક પ્રગટી હશે કવિતા.

વેદનાના વમળમાં વહીવહીને એ આખરે,

શબ્દના સથવારે ક્યાંક પ્રગટી હશે કવિતા.

લાગણીના સેતુબંધને આવતાં ઝંઝાવાત, 

કોઈના કટુ પ્રહારે ક્યાંક પ્રગટી હશે કવિતા.

પામી કૃપા દેવી શારદાની થૈનૈ શબ્દબંધને,

સ્નેહાળ હૈયાં સહારે ક્યાંક પ્રગટી હશે કવિતા.

ઉરના સૂર આવીને ઓષ્ઠે ગેયતા પામતા,

ત્રૂટક કે એકધારે ક્યાંક પ્રગટી હશે કવિતા.

પીડા પ્રસૂતા સમી વેઠી હશે એ સર્જકે તો,

ખુદ ઇશના સ્વીકારે ક્યાંક પ્રગટી હશે કવિતા.


विषय का मूल्यांकन करें
लॉग इन

Similar gujarati poem from Classics