STORYMIRROR

Alpa Shah

Inspirational

4  

Alpa Shah

Inspirational

કુદરત

કુદરત

1 min
314

જુઓને કેવી આલ્હાદક જાગી છે અહીં ભોર,

નાચી ઊઠ્યું આ દ્રશ્ય જોઈને મારું આ મનમોર.


અવની પર કેવી ફેલાઈ છે વનરાજી ચારેકોર,

અડાબીડ અરણ્ય કેવું ફેલાયું છે ઘનઘોર.


મુક્તપણે અહીં કેવા દોડતાં કરતાં એ કલશોર,

મનપંછી પણ ભાગવા ચાહે આ પ્રાણીઓની કોર.


ના કોઈ ચિંતા આજકાલની રહેતા બની મસ્ત ચકોર,

સઘળું ભૂલી હું જીવવા ચાહું જે ભીતર ખોદે ઘોર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational