STORYMIRROR

Alpa Shah

Classics Others

4  

Alpa Shah

Classics Others

બાળપણ

બાળપણ

1 min
378

વિતેલી ક્ષણોની યાદ કેમ આજે સતાવે ?

તુજ સંગ વીત્યું બાળપણ આજે યાદ બહુ આવે.


શૈશવની નિર્દોષતા ભરી રમતો જીવનને જાણે સોહાવે,

કાશ મિત્રતાની એ સવારી મુજ જીવનમાં પાછી આવે.


ધનવાન બનવાની ઘેલછામાં આ ધન કેવું દોડાવે ?

જીવવાના ભોગે આ સંપત્તિ શું સુખ લઈને આવે ?


મિત્રોની સોબતથી જીવનમાં એક ચળકાટ આવે,

અનમોલ આ દુનિયાની દોલત કૃષ્ણ સુદામા સંગ નિભાવે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics