STORYMIRROR

Alpa Shah

Inspirational

4  

Alpa Shah

Inspirational

જીવનની વેદના

જીવનની વેદના

1 min
282

ના પૂછો આજીવન મેં કેટલો ભાર વેઠ્યો છે,

કારણ વગરના ઉપકારનો આભાર વેઠ્યો છે.


પૂછે છે પ્રશ્ન એ જખ્મો ઉપર દામ આપીને,

જરા સરખો જીવનમાં તમે ક્યાં ભાર વેઠ્યો છે ? 


પુરાણી વેદનાના પોપડા કુરેધીને પછી પૂછતાં,

તમે ક્યાં દર્દના અંશ માત્રનો આભાસ વેઠ્યો છે.


બહારથી હસતી મુખમુદ્રાને જોઈ સહુ સ્વજન કહેતાં,

તમારી જિંદગીએ ખુશનસીબીનો સાર વેઠ્યો છે.


આંતરરીપુની પીડાને મુજ માંહ્યલો જાણે,

બહાર ઉજાસ આપવા ભીતર કેટલો સળવળાટ વેઠ્યો છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational