STORYMIRROR

Manishaben Jadav

Inspirational

4  

Manishaben Jadav

Inspirational

તો શું કરું ?

તો શું કરું ?

1 min
329

નથી મારા નસીબમાં ખુશી તો શું કરું ?

મારા જ હાથે બાવળ વાવી પસ્તાવો શું કરું ?


વાવણી કરી નહીં બાળપણમાં સંસ્કારની એક,

હવે યુવાનીમાં પાકાં ઘડે કાંઠા ન ચડે તો શું કરું ?


ઈશે આપી જિંદગી મોંઘેરી મનુષ તણી,

કદર એની જીવતા જીવ ન કરી તો શું કરું ?


મળી હતી છત્રછાયા માબાપના પ્રેમની,

એ પ્રેમની લાગણી સમજી નહીં તો શું કરું ?


ઈશ તણાં દરબારમાં હતી ઈચ્છા અનેક,

હું ભૌતિક સંપત્તિ પાછળ દોડી તો શું કરું ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational