પથ્થર પહાણ
પથ્થર પહાણ
પથ્થર જેવા થાશો તો ભાઈ, પહાડ બની પૂજાશો
લોક માંડશે નઝરું મીઠડી; દેવના ડેરા થાશે,
ગગન ઘૂમતાં આ વાદળો; ચકરાવો લઈ નમશે
ખળખળ રમતાં વહેતાં ઝરણાં ગીત મધુરાં ગાશે,
ઝૂલશે ગજરાજો ડુંગર કિલ્લે, વીર નરબંકા સંગે
મરદ મૂછાળા લાખ લાડીલાઓ છડીઓ ધરશે હાથે,
દબાતા પથ્થર જે પેટાળે, ઝગમગતા હીરલા થાશે
જગ જાણશે કિંમત તેની, રાજકોષે રખવાળા થાશે,
ઢીલાં ઢેફાં વંટોળે ઊડતાં વગડે જઈ વેરાંતાં
ગુફા પહાડની આવે શોધતા, સિંહ સોબતી થાતા,
ઘાટ ઘડાયે પથ્થરના જ ને પ્રભુ થઈ પૂજાતા
જીવ્યા જગે જે પહાડ સમ, એ નર બંકા કહેવાતા.
