વન ડે વિશ્વકપ મુકાબલો
વન ડે વિશ્વકપ મુકાબલો
છે જ વન ડે વિશ્વકપ મુકાબલો પ્યારો
નાચતો ઝૂમો દો હોંકારો ક્રિકેટના યારો
સાવજ સાહસી, ટીમ ભારતની રોહિત કપ્તાની
અજેય દસ જંગે, દોડે વિશ્વકપ રથ, વિજય વિશ્વાસી
દે ધનાધન ભારતના ખ્યાત બેટધર
શંખ ધ્વનીએ લહેરાયે જન સાગર
ઢોલ નગારાં વાગે ઢમઢમ, વિશ્વકપ મુકાબલો દીઠો બળિયો
નરેન્દ્ર સ્ટેડીયમ ખીલ્યું રંગે, સજી વાદળિયો ભૂરો દરિયો,
વિશ્વ પટાંગણથી પધાર્યા માનવંતા
જંગ જોશે ખેલે ક્રિકેટર બળવંતા
રોહિત વિરાટ ગીલ ને રાહુલ, સૂર્યા ઐયર જોશીલા ખેલાડી
ગુમરાહ સામી સીરાજની જોડી, દો તાલી વિકેટ છે પાડી,
સ્પીનર્સ કુલદીપ જાડેજા ક્રીકેટ ધુરંધરો
જીતવો જંગ લક્ષ્ય, જશ્ન જોશ જય નારો
પલટી બાજી, જામી જોડી, જંગે ચડી ટીમ ઓસ્ટ્રેલિયા
ગઈ બાજી હાથથી,
સ્તબ્ધ થયું સ્ટેડીયમ રનર-અપ સવૈયા.
ખિન્ન ના થાશો ખેલાડી, રમતનું નામ જ ખેલદિલી
રમ્યા ગૌરવથી, પણ ન હતો દિન તમારો મહાબલિ.