સૂરજ ચાંદાની ચૈતન્ય રથ બેલડી
સૂરજ ચાંદાની ચૈતન્ય રથ બેલડી
રજની તારા ઘૂંઘટમાં ટમટમે તારલાઓ લાખ
થોડો વધુ ઘૂંઘટ ખોલે તો પ્રગટે પ્રભાત
તું જગાડે તો જાગે વન નગરની કાજલી ભાત
ઝાકળ ભરી સવારને કહેવા દે, પોઢી જાને રાત,
દૂર ડુંગરીયું જોડે ટહુકાના કલરવની જાન
હળવે વેરાય સોનેરી જાજમ આ તરુને પાન
હાલો ભેરુ જઈએ વગડે લઈ હૈયાનાં મોલ
દિનના હીંચકે ઝુલાવીએ સપનાના કોડ,
છે રાત અને દિનની ભાઈ સનાતન જોડી,
લખતી સદા ભાવિના ખેલ
સૂરજ ચાંદાની ચૈતન્ય રથ બેલડી પાવન
જોતરે સકળ સૃષ્ટિની અજબ રેલ.