STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational

4.5  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

ગાંધી સત્ય મશાલી

ગાંધી સત્ય મશાલી

1 min
293


ગાંધી સત્ય મશાલી…

સત્ય નિષ્ઠ તમે ગાંધી બાપુ, સ્વયં પાવન જ તીર્થ,

હાથે લાકડી તને પોતડી, ધૈર્ય મૂર્તિ અહિંસા ધર્મ,


સત્યનો જય હો.. જય હો સત્યનો, અમર જયઘોષ જ વીરો

અંતિમ વિજય સત્યનો થાશે, ધસો પ્રતાપી સાથીદારો,


જંગ જીતવા આઝાદીનો, હાલ્યા સવિનય કૂચ સેનાની સત્ય, સત કે હોવાપણું, સત્ય દર્શન દે ઈતિહાસ સુકાની,


સૃષ્ટિ સર્જક પોષક સત્ય, જાણજો સત્ય એ જ પરમેશ્વર

છે ભલે કઠિન સત્ય પથડો, દૃઢ નિશ્ચયરાગ મંગલેશ્વર,


ઝૂકશું ન હવે લાઠી ગોલીથી, જોશીલા રંગ ના કપટ જ અંદર,

શુદ્ધ હેતુ આચરણ સત્ય, સત્ય નિષ્ઠા ઉરે બલવત્તર,


તુટી ગુલામી ઝંઝીરો, વિશ્વને મળ્યો એક પ્રકાશી

મોહન પારસમણી, બન્યા મહાત્મા સત્ય મશાલી.


Rate this content
Log in