પુણ્ય ભૂમિ ગરવી ગુજરાત
પુણ્ય ભૂમિ ગરવી ગુજરાત
સોમ શામળો ને આદ્ય શક્તિ કરતી જતન,
હાલો વ્હાલે વધાવીએ ગુર્જર વતન.
ધરે અન્નકૂટ સત્તાવન સરિતા પાવન,
ગઢ ગિર,ગબ્બર ને પાવો ઉપવન.
પોંખીએ પહેલી મેનું પ્રભાત,
પુણ્ય ભૂમિ ગરવી ગુજરાત.
લડવૈયા ઘડવૈયાની ભૂમિ મહાન,
ધન્ય ઈન્દુ રવિ સાબર ગુજરાત.
તાપી મહી રેવા કરે જતન,
સાવજ જયઘોષે વતન ઉન્નત.
વિશ્વે ગુંજી અહિંસા રણભેરીની ભાત,
ધન્ય ગાંધી પુણ્ય ભૂમિ ગુજરાત.
રમ્ય ડુંગરાએ ઝૂમે તીર્થોના ધામ,
સાગરે શીખવ્યા સાહસના પાઠ.
કલા વિજ્ઞાન હુન્નરે ખ્યાતિ અપાર,
ધન્ય! ઐક્ય પ્રતાપે વલ્લભ ગુજરાત.(૨)