ભારત રત્ન….
ભારત રત્ન….
ભારત રત્ન….
સત્યમેવ જયતે મંત્ર જ ખ્યાતિ
વધાવે વતન, વંદ્ય જ વિભૂતિ
ખુશ્બુ સમ જીવન કાર્ય ઉજાશી
તમે તો વતન- ગુલાબ સુવાસી
ખીલ્યાં નૂર વતનનાં તવ સંગે
ધરે રાષ્ટ્રપતિ ગૌરવ શત રંગે
સકળ રત્નનાં મૂલ્ય જ ખુલ્લાં
તમે તો ‘ભારત રત્ન’ અણમૂલા
ગર્વ રાષ્ટ્ર સન્માન જ યશવંતા
ધન્ય! ઓ રત્ન સાચા જ શુભવંતા
વતન પ્રેમનાં મોંઘાં હીર સજીને
ઝળક્યા શિલ્પી, ખુદ રત્ન જ થઈને
રમેશ પટેલ(આકાશદીપ)
