નૂતન રવિ પ્રભાતા
નૂતન રવિ પ્રભાતા


પળ પળ વહેતી આ દૈવી અનંત ધારા સમયની
દેવ સૂરજની પરિકમ્મા પૂર્ણ કરે આજ મા અવનિવર્ષ પૂર્ણ વિક્રમ સંવતનું,
પધારે સાલ બે હજાર એંસીધરા અંતરિક્ષ ને અંતર દીવડા,
હો નિત્ય ભગવદ્ ઉજાશી,
જાણું માણું સૃષ્ટિ સકળ આ ગલન પૂરણ ચક્ર અનંતા
છૂટે રાગ દ્વેષ ને કરજો પ્રતિક્રમણ,
પામવા સ્નેહ સુજાતામાનવ દેહ મહા મૂલો મળ્યો,
હો મોક્ષ ધ્યાન સુલાભાવંદન કોટિ જ્ઞાનાવતાર ચરણે,
અક્રમ વિજ્ઞાની પૂ. દાદાજય સચ્ચિદાનંદ,
હો ઉર મંગલ ભાવ નૂતન રવિ પ્રભાતા.