નાસ્તાની પ્રભાતી મીઠડી આ પારાયણ
નાસ્તાની પ્રભાતી મીઠડી આ પારાયણ
નાસ્તાની પ્રભાતી મીઠડી આ પારાયણ…
વાતે વળગી બે પાડોશણ બપોરના, છે રે નોંખા જમાના સાસુ ને વહુના. નિત સવારન અમે માણીએ રામાયણ નાસ્તાની પ્રભાતી મીઠડી આ પારાયણ.
વહુ બેટા, સવાર પડે ને તારા સસરાને, ચા સંગે ગમતું વાંચવું છાપું.
સેવ મમરા ને લિજ્જત પાપડ,
તું દઈશ, દિલે ખુશી ખજાના માપું.
વાત વંકાઈ હવે રે ભાઈલા-સાંભળજો રે વાત અમારી છાની પણ મજાની
પીન્ટુની પટરાણી હસીન ડીયર અમેરિકાની,
પધારે ગુડમોર્નિંગ કરતાં ડીસમાં નૂડલ્સ, પાત્સા
અમારા એ વલખે બિચારા ખાવા સેવ ને મમરા.
નાનો અમારો લાલ નડિયાદી પણ મોજીલો
ચવાણું ને ભજીયાં પર જામે એ ટેકીલો
વહુ એની રસોડા રાણી, મળી હોમ સાયન્સ ભણેલી,
કરે ગણત્રી કેલેરીની, દે હસી લાલને ખાખરા જૈની.
પણ દીકરીના વાલમજી છે જરા જબરા,
માગે દાબેલી, પોંક સવારે સુરતી લાલા
હેંડ લાવ જલ્દી જલ્દી તું મસાલા ચણા,
જે મળે ઝાપટો, દે શીખ પાડોશી ઊંઝાના.
કુટુંબ કબીલો રે ભાતીગળ અમારો, સૌનાં પારાયણ હાલે પ્રેમે,
હું તો રાજીની રેડ થઈ ગાઉં, બંધુ-અમારા એ કેવા ડાહ્યા ડમરા,
નાસ્તો એમનો સવારનો, બસ સેવ પૌંઆ ને મમરા.