STORYMIRROR

Nayana Viradiya

Comedy Romance

4  

Nayana Viradiya

Comedy Romance

શહેરી બંદો ને શિયાળાની સવાર

શહેરી બંદો ને શિયાળાની સવાર

1 min
292

શિયાળે શહેરમાં એક જ રમત રમાય,

એક જગાડે ખેંચી ગોદડું ને બીજું ઓઢીને સૂઈ જાય,


આકાશે ચડે સૂરજ ત્યારે સવાર પડી કહેવાય,

ગરમ ચાની સાથે ગાંઠિયાની જયાફત મળી જાય,


બસો ગ્રામ ગાંઠિયા ને સો ગ્રામ મરચા એ બંદો બેઠો થાય,

એમાંય જો શિયાળે રવિવારની મજા ભળી જાય,


બેફિકર બની ને બંદો નાઈટ ડ્રેસમાં જ સોહાય,

ભલે ને ફાંદ એની પચાવવાની સ્પર્ધામાં લાગી જાય,


બંદો તો લંબાવી ને પગ સોફે બપોર સુધી બેસી જાય,

નહાવાની આજ રજા થોડું તો પાણી બચી જાય,


વચ્ચે વચ્ચે જામફળ ને બોર થોડાક ભૂખ મિટાવી જાય,

ચાલો હવે ઉંધીયું પૂરી ને અડદિયે બપોરની મોજ મણાય,


બપોરની નિંદર ને મોબાઈલની ગેમ કેવી એ તો મજા પડી જાય,

પાંચે ઊઠી ને બંદો ભૂખ્યો ફરીથી કેવો થાય,


પાક વસાણાં બહુ ન ભાવે તો શેરડી,જીજંરા ખાય,

એટલા માં તો ઠંડી રતે સાંજ જલ્દી થાય,


આજે બહુ ભૂખ નહિ એમ કહીને ખિચડી કઢી ખાય,

રાત્રે મુવીની મોજ ને માણતો પોઢી જાય,

કેવી મજાની રમત શિયાળે રજામાં રમાય.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy