ટ્વીટ્સ
ટ્વીટ્સ


બાપ કહે બેટાને
જમી લીધું ભાઈ?
બેટો કહે બાપને
જમી લીધું ક્યારનું
બાપ બિચારો માને ક્યાંથી
ટ્વીટર આખું સાફ
ભાઈનો ફોટો મળ્યો નહીં
જમ્યા હોય એ કેવી રીતે
જમતાં જમતાં ટ્વીટ કરવું
બાકી બધું પડતું મૂકવું
ખાવું પીવું ક્યાં જરૂરી હતું
એડમિશન લેવા લાઇનમાં ઊભા
માર્કશીટનાં થોથા લઈને
સાહેબ કહે જીવો છો તમે કઈ દુનિયામાં
જમાનો બદલાય ગયો
પરીક્ષા આપો કે ના આપો
પાસ થાવ કે નાપાસ
માર્કશીટ હોય કે ના હોય
પેપર લખતાં ટ્વીટ કરો
અમને સાથે ટેગ કરો
એડમિશન લઈને ટ્વીટ કરો
ભલભલાને ટેગ કરો
કોલેજમાં પછી જલસા કરો
દીકરો બિચારો દીન બની
નગરપાલિકાની કચેરી ગયો
બાપા અમારા સ્વર્ગે સિધાવ્યા
મર્યા તેનું પ્રમાણ આપો
ટ્વીટ સર્વે આગળ ધર્યા
ઘરે પહેલાં બીમાર પડ્યા
એનું એને ટ્વીટ કર્યું
થોડી વારે હોસ્પિટલ ગયાં
એનું એને ટ્વીટ કર્યું
એ પછી તો ગુજરી ગયાં
ટ્વીટ કરવાનું રહી ગયું
કારકુન કહે એ ના ચાલે
મરતા મરતા ટ્વીટ કરો
પછી અમને ટેગ કરો
યમને પણ તમે ટેગ કરો
પાડા ઉપર બેઠાં પછી
ફરી એક વાર ટ્વીટ કરો
પાડાને પણ ટેગ કરો
પ્રમાણ તમે ડાઉનલોડ કરો
નટવરલાલ થોડાં નટખટ હતાં
<p>રાજાનો લેબાશ લગાવ્યો
માથે મોટો મુગુટ ચડાવ્યો
એની એને રીલ બનાવી
સઘળી વાતનું ટ્વીટ કર્યું
દુનિયા ભરને ટેગ કર્યું
સાચો રાજા શરમાઈ ગયો
જ્યારે એણે ટ્વીટ જોયું
સિંહાસન ઉપરથી ઉતરી ગયો
નટવરલાલ હવે રાજા બન્યો
ખાધું પીધું ને રાજ કર્યું
ભલે દેશમાં એનું રાજ રહ્યું
ટ્વીટરે દુનિયા પર રાજ કર્યું
સૂરજ ચાંદો ઉગે જ્યારે
વાદળ વરસે આભે જ્યારે
ટ્વીટ કરીને જાણે ત્યારે
આંબે જ્યારે મ્હોર આવે
કાચી કેરી આવે ત્યારે
આંબો ત્યારે ટ્વીટ કરે
કોયલ પધારે ટ્વીટ પછી
કાચી કેરી પાકે ત્યારે
કોયલ પાછી ટ્વીટ કરે
ખેડૂત ત્યારે વેડે કેરી
મીઠી લાગે કેરી ત્યારે
ખાતા ખાતા ટ્વીટ કરે
હોય ભલે ને ખાટી કેરી
મીઠી લાગે ટ્વીટ કર્યે
દુનિયા આખી ટ્વીટ ચલાવે
ટ્વીટનું બધે રાજ ચાલે
દુનિયા આખી ટ્વીટ માટે
ટ્વીટ ઉઠે તો દુનિયા ઉઠે
ટ્વીટ બિચારું શું કરે
ટ્વીટ માટે તો દુનિયા ચાલે
ટ્વીટ તો સાચી દુનિયા છે
બાકી બધું તો ભ્રામક છે
સૂઈ જાય જ્યારે ટ્વીટ ક્યારેક
બધે ફેલાઈ જાય અંધકાર ત્યારે
ઉઠે ત્યારે અફડાતફડી
મરે કેટલાય તરફડી તરફડી
ટ્વીટ બિચારું શું કરે
મસ્ક મેલન તો જલસા કરે
બાકી બધાં ભૂખે મરે
ટ્વીટ દુનિયામાં રાજ કરે