STORYMIRROR

Smita Dhruv

Comedy Drama

1.6  

Smita Dhruv

Comedy Drama

ભારે ફજેતી થઇ !

ભારે ફજેતી થઇ !

1 min
384


તે દિ' ભારે ફજેતી થઇ,

હોં  ભાઈ ! ભારે ફજેતી થઇ !

          

 બસમાં ધક્કા મારતાં ને ચઢતાં,

 મારી ચંપલ નીચે પડી ગ !

 બસમાં ચઢીને રોજની જગ્યા શોધું,

 તે આજ ઘરડાં માજીને મળી ગ  !

 .. હોં  ભાઈ ! ભારે ફજેતી થઇ !


થોડી વારે ખાલી સીટ દેખાણી ને બેસતાં,

વળી ચશ્માંની દાંડી તૂટી ગ

Advertisement

nt-variant-ligatures: normal; font-variant-caps: normal; font-weight: 400; letter-spacing: normal; orphans: 2; text-align: left; text-indent: 0px; text-transform: none; white-space: normal; widows: 2; word-spacing: 0px; -webkit-text-stroke-width: 0px; background-color: rgb(255, 255, 255); text-decoration-thickness: initial; text-decoration-style: initial; text-decoration-color: initial; display: inline !important; float: none;">ઇ  !

કંડક્ટર કહે બે'ન જરાક સરખાં બેસો,

તેની સાથે કટકટ ભારે થઇ ગઇ ! 

.. હોં  ભાઈ ! ભારે ફજેતી થઇ !


ડોકું હલાવીને મેં હા પાડી ત્યાં તો

મારા બસ-સ્ટોપની ઘંટી વાગી ગ  !

હાશકારો કરતાં આગળથી ઉતરીને

પર્સમાં ટિકિટ મૂકું, પણ પર્સ ક્યાં ?

આજ મારી પર્સ પણ કો'કને વ્હાલી થઇ ગઇ!

.. હોં  ભાઈ ! ભારે ફજેતી થઇ !

       

ચકરડા પર ચાલતું રોજનું જીવન મારું,

એમાં વધુ એક કસોટી થઇ ગઇ !

      

તે દિ' ભારે ફજેતી થઇ,

હોં  ભાઈ ! ભારે ફજેતી થઇ !


Rate this content
Log in

More gujarati poem from Smita Dhruv

Similar gujarati poem from Comedy