STORYMIRROR

Pravina Kadkia

Comedy

3  

Pravina Kadkia

Comedy

મારા કરતાં મોટો હું

મારા કરતાં મોટો હું

1 min
27.6K


મારા કરતાં મોટો હું 
ધરતી પર અતિસુંદર હું
ફૂલથી પણ હલકો હું
હિમાલયથી ભારી હું
મારી આગળ પાછળ હું
અવ્યક્ત છતાં વ્યક્ત હું
ગર્વથી છલકાતો હું
પાણી કરતાં પાતળો હું
અજ્ઞાનથી ઊભરાતો હું
જ્ઞાની સમજી ગુમાની હું
આવરણમાં લપેટાયો હું
નરી આંખે ન ભાળતો હું
માન- મર્યાદા ન જાળવતો હું
ઉછંગ ઉદંડ ફરતો હું
સાદ પાડીને ગાતો હું
સાંભળવા છતાં બધિર હું
હું ને મળવા વ્યાકુળ હું

હું ને મળવા વ્યાકુળ હું 
મળ્યા પછી અકળાતો હું
હું હું બજારે ભટકતો હું
હું ને પામી ના શકતો હું

 


Rate this content
Log in

Similar gujarati poem from Comedy